ACPC ADMISSION B.E/B.TECH IN GUJARAT PART-1

Engineering online process
ACPC Engineering Admission Process Engineering Colledge Admission In Gujarat.
નમસ્કાર મિત્રો , ગુજકેટની પરીક્ષા પછી હવે Engineering College માં એડમિશન પ્રકિયા શરું થવાની છે. આ પ્રક્રિયા ની માહિતી અહિ આપેલી છે. નીચે પ્રક્રિયા કઈ તારીખે શરું થવાની છે. અને આગળ કઈ રીતે ફોર્મ ભરવાનું છે. અને ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરુરી છે. તેની માહિતી આપવામાં આવેલ છે.

ACPC પ્રોસેસ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો તથા મેરીટ કેવી રીતે બનશે ? તેની દરેક માહિતી વાંચવા માટે અહિં ક્લિક કરો

નીચે ઓનલાઈન પ્રોસેસ નું તમામ શેડ્યુલ આપેલું છે. આ તારીખો મુજબ પ્રોસેસ થશે.

સૌપ્રથમ જાણો કે આ પ્રોસેમાં કયા કયા ડોક્યમેન્ટ જરુરી છે.અગત્યના ડોકયુમેન્ટ 

ફરજિયાત ડોક્યુમેન્ટ

1. S.S.C. Mark sheet ( ધોરણ-10 ની માર્કશીટ )
2. H.S.C. Mark sheet ( ધોરણ-12 ની માર્કશીટ )
3.School Leaving Certificate (શાળા છોડયાનું પ્રમાણપત્ર )
4. New Passport Size Photos ( 10-20 Photos ) (તાજેતરનાં પાસપોર્ટ સાઇઝ ફોટાઓ )
5.Bonafide Certificate ( બોનોફાઇડ સર્ટિફિકેટ )
6. મેડીકલ સર્ટિફિકેટ ( Medical Examination Report )( IITs , NITs , IIITs માટે )
7. સીટ એલોટમેન્ટ લેટર ( Provisional Seat Allotment Letter )
8. ફ્રી ભર્યા ની રસીદ ( Proof of Seat Acceptance Fee Payment )
9. આધારકાર્ડ / પાન કાર્ડ /ચુુંટણી કાર્ડ ( Identity Proof )

જો લાગું પડે તો

10. H.S.C Trial Certificate ( ધોરણ- 12 નુ ટ્રાયલ સર્ટીફીકેટ )
11. H.S.C Passing certificate ( ધોરણ-12 નુ પ્રમાણપત્ર )
12. S.S.C Trial Certificate ( ધોરણ- 10 નુ ટ્રાયલ સર્ટીફીકેટ )
13. S.S.C Passing certificate ( ધોરણ-10 નુ પ્રમાણપત્ર )
14. JEE Main / JEE Advance/GUJCET RESULT (જેઇઇ મેઇન/એડવાન્સ શુ રીઝલ્ટ )
15. Income Certificate (આવકનું પ્રમાણપત્ર )
16. Caste Certificate (જાતિનુ પ્રમાણપત્ર )
17. Non Creamy layer / ST / SC Certificate (નોન ક્રિમીલેયર/એસ.ટી/એસ.સી સર્ટિફિકેટ )
18. Ex- Serviceman Or Physical Handicap Certificate(એક્ષ- સર્વિસમેેન , વિકલાંગ વગેરેનું વિશિષ્ટ સર્ટિફિકેટ)

એક ફાઈલ બનાવવો જેમાં તમારા અગત્યના ડોકયુમેન્ટ સચવાઈ રહે.

લાગુ પડતા ડોકયુમેન્ટ 2-5 ઝેરોક્ષ કરવા રાખવી એડમિશન તથા કોલેજમાં પેમેન્ટ સરળતાથી કરવા ડેબીટ કાર્ડ અથવા નેટબેકીંગ ની સગવડો વહેતી તકે લેેવી.

● ઓનલાઈન પ્રક્રિયાના ક્રમસર તબક્કા નીચે પ્રમાણે છે.

તથા ACPC Process ની જાણકારી આપતો અમારો વિડિયો જુઓ તમને બધીજ સામાન્ય જાણકારીની ખબર પડી જશે. નીચેનો વિડિયો.


ACPC Degree Engg. Admission પ્રોસેસની વિગતવાર માહિતી અમારી વેબસાઈટ પર આપવામાં આવશે અને અમારા WHATS APP ગ્રુપમાં પણ તમામ માહિતી શેર કરવામાં આવશે તેથી અમારી સાથે જોડાઈ જવું.

1. ONLINE REGISTRATION

ફોર્મ કઈ રીતે ભરવુ?

તમને વેબસાઈટ માંથી તેમાં ચિત્ર સાથે ગુજરાતી અને English માં માહિતી આપેલી છે કે ફોર્મ કઈ રીતે  ભરવું. અને બુકલેટમાં તમને પેજ નંબર 19 થી ચિત્ર સહિત ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી આપી દીધી છે.

નીચે કઈ કઈ બેંકમાં પિન નંબર અને બુકલેટ મળશે તેનું લિસ્ટ આપેલુ છે.

■ B.E/B.Tech Booklet 2020 : Download

2. FILL ONLINE FORM

આ પીન નંબર મેળવ્યા બાદ તમારે www.gujacpc.nic.in વેબસાઈટમાં લોગઈન કરીને તેમાં ફોર્મ ભરવાનું રહેશે .
નીએ ફોટામાં જમણી બાજુ નીચે મુજબ બટન આપેલુ હશે. ત્યા ક્લિક કરીને આગળ ફોર્મ ભરી શકાશે.

ઉપર બતાવ્યા મુજબનુ બટન હશે.
જો તમારી પાસે કમ્યુટર અને ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ હોય તો તમે ઘરેથી આ ફોર્મ ભરી શકો છો. પણ જો તમારી ઘરે આ સુવિધા ન હોય તો ACPC દ્રારા નીર્ધારીત કરેલ કોલેજ માં જઈને ત્યા ફ્રી માં ફોર્મ ભરી શકો છો.
(બની શકે તો કોમ્પ્યુટરમાં ફોર્મ ભરવું , મોબાઈલમાં ફોર્મ ભરવુ નહી, અને બની શકે તો ફોર્ Help Center થી ફોર્મ ભરવું)
Help center તરીકે કોઈ કોલેજ હશે. આ કોલેજ કઈ કઈ છે તેનું લિસ્ટ નીચેની Pdf માથી મળી જશે.

■ Cyber Centers List: Download

3. Choice College

● ત્યારબાદ તમારે કોલેજની પસંદગી કરવાની રહેશે, તેમાં તમારે જે જે કોલેજમાં એડમિશન લેવું છે તે કોલેજનું લિસ્ટ બનાવવાનું થશે. અને તેમાં જે જે બ્રાન્ચ માં એડમિશન લેવું છે. તે બ્રાન્ચ કોલેજની લિસ્ટમાંથી પસંદ કરવાની રહેશે. અને પસંદ કર્યા બાદ પસંદ કરેલ કોલેજોનું લિસ્ટ લોક કરવાનું રહશે. જો તમે આ લિસ્ટ લોક નહિ કરો તો . તમે પ્રોસેસ માં આગળ વધી શકશો નહિ.
■ હવે આગળની પ્રોસેસની  માહિતી એડમિશન પ્રોસેસ જેમ જેમ આગળ વધશે તેમ તેમ અપડેટ કરવામાં આવશે.
ધોરણ 12 સાયન્સ A ગ્રુપ પછી શું કરવું તથા કઈ કોલેજ સારી તથા હાલની ટોપ કોલેજ કઈ કઈ છે. તથા કોઈપણ પ્રકારનું કન્ફ્યુશન હોય તો અમને જાણ કરી શકો છો. અમારા નંબર નીચે આપેલા છે. કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર અમારો સંપર્ક કરી શકો છો.
કોલેજ લાઇફ જીવનના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે

તમારા સંબંધી મા પણ કોઇ ધોરણ -12 પરીક્ષા આપી હોય તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શેર કરજો

■ આ પેજને તમારા મોબાઈલ / કોમ્યુટરમાં સેવ કરી રાખવું . આગળની માહિતી અપડેટ થતી રહેશે
Previous Post Next Post